New Update
/connect-gujarat/media/media_files/2025/06/20/sbi-branch-manager-2025-06-20-13-43-36.jpg)
ભરૂચના વાલીયામાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના વાલિયામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ મેનેજર દ્વારા જ ખાતેદારોના રૂપિયા બારોબાર ટ્રાન્સફર કરી કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે.આ અંગે હાલના બ્રાન્ચ મેનેજર શૈલેન્દ્ર કરવાએ વાલિયા પોલીસ મથકમાં પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પૂર્વ મેનેજરે ખાતેદારોની સંમતિ વગર ખોટી સહી, ઇમેલ અને ખોટા વાઉચર બનાવી ખાતેદારોના ખાતામાંથી રૂપિયા 93.58 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા ત્યારબાદ 72 લાખ સમયાંતરે પરત ખાતાઓમાં જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે રૂપિયા 21.57 લાખની ઉચાપત કરવામાં આવી હતી.વાલિયા પોલીસે પૂર્વ બ્રાન્ચ મેનેજર અજય પવાર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.