ભરૂચ: એ ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલ નેપાળી ગેંગના આરોપીની કરી ધરપકડ

બાતમીના આધારે પોલીસે વોચ રાખી મહેન્દ્ર બિસ્ટને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેને ટેક કીર્તિકમી ઉર્ફે તીકરામ કીર્તિસિંગ વિશ્વકર્મા સાથે મળી પાંચ સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી

New Update
police Bharuch
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના પાંચ ગુનામાં સંડોવાયેલ નેપાળી ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચના આપેલ જેને આધારે ડી.વાય.એસ.પી. સી.કે.પટેલના માર્ગ દર્શન હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ આર.એમ.વસાવા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી.કે ભરૂચ જિલ્લાના ઘરફોડ ચોરીના કુલ પાંચ ગુનામાં નાસ્તો ફરતો નેપાળી ગેંગનો મુખ્ય આરોપી મુંબઈના પનવેલના પુરણ ખાતે રહેતો મહેન્દ્ર બિસ્ટ ભરૂચના રેલવે ગોદી રોડ પાણીની ટાંકી પાસે ઉભેલ છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ રાખી મહેન્દ્ર બિસ્ટને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેને ટેક કીર્તિકમી ઉર્ફે તીકરામ કીર્તિસિંગ વિશ્વકર્મા સાથે મળી ભરૂચ-અંકલેશ્વરમાં પાંચ સ્થળે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી પાસેથી એક ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે
Latest Stories