ભરૂચ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન
સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ
નવરાત્રીની પરંપરા જોવા મળી
મહિલાઓ માથે ગરબી મૂકી ગરબે ઘૂમી
ખેલૈયાઓ મન મુકી ગરબે ઘૂમ્યા
ભરૂચમાં પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે વિસરાતી જતી પરંપરાને જાળવવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ સંસ્થાની બહેનો અને આહીર સમાજની બહેનો દ્વારા માથે ગરબી મૂકીને ગરબા રમવામાં આવ્યા હતા. પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી મહિલાઓ ગરબે ઘૂમી હતી. વર્ષો પહેલા માથે ગરબી મૂકી ગરબે ઘૂમવાને પરંપરા હતી જોકે આજના જમાનામાં આ પરંપરા વિષય રહી છે ત્યારે મહિલાઓએ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં માથે ગરબી મૂકીને માતાજીની આરાધના કરી હતી