ભરૂચ: પોલીસ વિભાગ દ્વારા PM મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર યોજાય,પોલીસકર્મીઓએ કર્યું રક્તદાન

ભરૂચ જિલ્લાના પોલીસવડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પોલીસ વિભાગ દ્વારા આયોજન કરાયું

  • રક્તદાન શિબિરનું આયોજન

  • PM મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય

  • પોલીસકર્મીઓએ કર્યું રક્તદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચમાં પોલીસ વિભાગ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના પોલીસવડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 
રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે એ અર્થમાં પોલીસ જવાનો દ્વારા સામાજિક ફરજરૂપે આ માનવતાની મહેક ભાવપૂર્વક નિભાવી હતી. પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ શિબિરથી મોટી માત્રામાં રક્ત સંગ્રહ થવાથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થઈ શકાશે.
Latest Stories