New Update
ભરૂચ બી ડીવીઝન પોલીસે વેજલપુર ગામડીયાવાડમાં આવેલ વાડામાં હિરાના કારખાનાના પાછળથી જુગાર રમતા 11 જુગારીયાઓને ૫૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.ડી.ફુલતરીયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વેજલપુર ગામડીયાવાડમાં આવેલ વાડામાં હિરાના કારખાના પાછળની ખુલ્લી જગ્યા ઉપર જુગારધાર ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ૨ મોબાઈલ ફોન મળી કુલ ૫૫ હજારથી વધુનો મુદ્દામાલ સાથે વેજલપુર ગામડીયાવાડમાં રહેતો શૈલૈષ રમેશભાઇ વસાવા,ઓમકુમાર વસાવા,અક્ષયકુમાર શનાભાઈ પરમાર,સઇદખાન દિલાવરખાન પઠાણ અને તોસીફ રફીક દિવાન,યોગેશ કાલીદાસ મિસ્ત્રી,રોહીત દિનેશભાઈ વસાવા,રાજેશ ભલુભાઇ સોંલકી,પંકજ વસંતભાઈ રાણા,સંજય રમેશભાઈ વસાવા તેમજ રતીકાંન્ત ઉર્ફે ભોલુ સંતોષભાઈ માજીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories