ભરૂચ: સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ રૂ.1.51 કરોડ પોલીસે નાગરિકોને પરત અપાવ્યા

ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ 161 લોકોના રૂ.1.51 કરોડ પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

New Update
Bharuch Cyber Crime
Advertisment

ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ 161 લોકોના રૂ.1.51 કરોડ પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Advertisment
ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સબંધી ફરીયાદ અન્વયે સાયબર અપરાધીઓ દ્વારા નાગરીકો સાથે વિવિધ મોડસ ઓપરન્ડીથી છેતર્પીડી કરી નાણાં મેળવ્યા હોય જેમાં નાગરીકો દ્વારા સાયબર પોલીસ હેલ્પ લાઇન ૧૯૩૦ પર ફરીયાદ કરવામાં આવી હતી. 
જે અલગ અલગ ફરીયાદ અન્વયે ભરૂચ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ દ્વારા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સાથે સંકલન કરી સાયબર અપરાધીઓના વિવિધ બેનીફીશયરી એકાઉન્ટ તાત્કાલીક ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને નાણાં પરત આપવા કાર્યવાહી કરવામાં આવી હતી જે અંતર્ગત  તા.૧૪/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયેલ લોક અદાલતમાં ભરૂચ જિલ્લાના ૧૬૧ નાગરીકોને રૂપિયા ૧,૧૫,૭૧,૭૬૯/- જેટલી રકમ પરત અપાવવા  કોર્ટમાં રીપોર્ટ કરવામાં આવ્યો હતો.
જે અન્વયે  કોર્ટ દ્વારા નાગરીકોના નાણાં પરત કરવા હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આ રૂપિયા નાગરિકોને પરત આપવાની પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.અત્રે ઉલખનિય છે કે  ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૪માં ૪,૦૫,૨૫,૦૬૯/- જેટલા નાણાં નાગરિકોને  પરત અપાવવાની કામગીરી કરવામાં આવી હતી.
Latest Stories