ભરૂચ: આમોદ નજીકથી પસાર થતા NH 64 પર ખાડાઓનું સામ્રાજ્ય, માર્ગ શોધવો પણ મુશ્કેલ !

ભરૂચના આમોદ નજીકથી  પસાર થતા નેશનલ હાઈવે 64 પર ચોમાસના પ્રારંભે જ મોટા ખાડા પડી જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

New Update
  • ભરૂચથી જંબુસરને જોડતો માર્ગ

  • આમોદ નજીક માર્ગની બિસ્માર હાલત

  • મોટા ખાડા પડી જતા વાહનચાલકોને મુશ્કેલી

  • તાજેતરમાં જ કરાયો હતો કરોડો રૂપિયાનો ખર્ચ

  • માર્ગના સમારકામની માંગ

ભરૂચના આમોદ નજીકથી  પસાર થતા નેશનલ હાઈવે 64 પર ચોમાસના પ્રારંભે જ મોટા ખાડા પડી જતા વાહનચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચથી જંબુસર અને જંબુસરથી સમગ્ર કાઠીયાવાડને જોડતા નેશનલ હાઇવે નંબર 64 પર આમોદ નજીક ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
મુખ્યમાર્ગ પર જ ખાડા પડી જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સર્વિસનો ઉપયોગ કરવાની ફરજ પડી છે પરંતુ સર્વિસ રોડ પણ બિસ્માર હાલતમાં થઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મુખ્ય માર્ગની આસપાસ જ શાળા આવેલી છે ત્યારે ખુલ્લી ગટર અને ખાડાના કારણે અકસ્માતની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ માર્ગનું તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદની શરૂઆત સાથે જ રોડ પર મોટા ખાડા પડી ગયા છે ત્યારે કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ વાહનચાલકોએ બનવું પડી રહ્યું છે. માર્ગનું  સમારકામ વહેલીતકે કરાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે.