ભરૂચ : DGVCL દ્વારા માતરીયા ઇન્ટેકવેલ પર  કામગીરીને પગલે વીજ અને  પાણી પુરવઠો રહેશે બંધ

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

New Update
power cut

ભરૂચ શહેરના માતરીયા ઇન્ટેકવેલ પર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીને પગલે વીજ સપ્લાય બંધ રહેશે,જેના કારણે શહેરીજનોને અપાતો પાણી પુરવઠો પણ ખોરવાશે.

aa

ભરૂચ નગરપાલિકા દ્વારા એક અખબારી યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે તારીખ30-05-2025ને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી માતરીયા ઇન્ટેકવેલ ઉપર અપાતો વીજ પુરવઠો સવારના7કલાકથી બપોરેના1કલાક સુધી બંધ રાખવામાં આવશે.જેના કારણે શુક્રવારના રોજ સવારના7કલાકથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે.જોકે તારીખ31-05-2025ને શનિવારના રોજ તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે.