ભરૂચ: ચોમાસાના પ્રારંભે જ 6 ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ, લોકોએ વીજ કંપની પર ઠાલવ્યો રોષ

વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન કરી રજૂઆત કરી

New Update
  • ભરૂચમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ

  • ચોમાસુ શરૂ થતા જ વીજળી ડુલ

  • 6 ગામોમાં વીજળી ડુલ થતા લોકોમાં રોષ

  • વીજ કંપનીની કચેરી પર વિરોધ પ્રદર્શન

ભરૂચના 6 ગામોમાં ચોમાસાની શરૂઆતમાં જ વીજળી વેરણ બનતા આગેવાનો અને ગ્રામજનોએ વીજ કંપનીની કચેરી પર ઉગ્ર રજુઆત કરી હતી. ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસમંતુલિતા સામે લોકો રોષી બન્યા છે. ભરૂચ જિલ્લાના હલદરવા પેટા વિભાગ હેઠળ આવતા કુકરવાડા, વેસદરા, વાસી અને દેત્રાલ સહિતના 6 ગામના રહીશોએ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો.
વીજળી વિના પાણી પુરવઠો પણ ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે 6 ગામના સરપંચો અને આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણાં યોજ્યાં હતા અને વહીવટ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરી હતી.
Latest Stories