New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
PF વિભાગ દ્વારા આયોજન કરાયું
કેન્દ્ર સરકારની રોજગાર યોજનાની અપાય માહિતી
પી.એફ.વિભાગના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
રોજગારની તક વધે એવો આશાવાદ
ભરૂચમાં પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી
ભરૂચ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા માટે પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ સહાયક ભવિષ્ય નિધિ આયોગની પ્રાંતીય કચેરી ખાતે યોજાઈ હતી.
પત્રકાર પરિષદમાં ક્ષેત્રીય આયુક્ત અધિકારી ધનવંતસિંહે અધ્યક્ષતા કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો હેતુ દેશમાં રોજગારનું પ્રમાણ વધારવાનો છે. આ યોજના અંતર્ગત નવો કર્મચારી ભરતી કરનારા રોજગારદાતાઓને ભવિષ્ય નિધિ પી.એફ. યોગદાનમાં સરકાર તરફથી સહાય આપવામાં આવે છે જે સહિતની માહિતી આપવામાં આવી હતી
Latest Stories