ભરૂચ: પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર લીધો ભાગ

ભરૂચ પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે  મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • બ્રહ્માકુમારીઝ ડવાઈએ આયોજન કરાયું

  • મેગા રક્તદાન શિબિર યોજાય

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર લીધો ભાગ

  • 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરાયુ

ભરૂચના નીલકંઠેશ્વર વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી આશ્રમમાં વિશ્વ બંધુત્વ દિવસના અવસરે તથા પ્રશિક્ષિકા રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. 
આ અભિયાન માત્ર ભરૂચ પૂરતું સીમિત નહોતું, પરંતુ ભારત અને નેપાળ સહિત કુલ 6 હજારથી વધુ સેન્ટરો પર એકસાથે આ રક્તદાન અભિયાન હાથ ધરાયું હતું. ભરૂચ સેન્ટરમાં આશરે 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.
Latest Stories