New Update
-
ભરૂચ નગર સેવા સદનની કામગીરી
-
પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ
-
વરસાદી પાણીના નિકાલની કાંસની સાફ સફાઈ
-
27 કાંસની સાફ સફાઈ કરવામાં આવશે
-
કાંસ પર થયેલા દબાણો પણ દૂર કરવાની માંગ
ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા નાની મોટી મળીને કુલ 27 કાંસની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણીના નિકાલમાં વિઘ્ન ન આવે અને નાગરિકોને અનુકૂળતા મળી રહે.શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કાર્ય અંતર્ગત નદીઓ, નાળાઓ અને રોડસાઈડ કાંસમાંથી કાદવ, કચરો અને પ્લાસ્ટિક દૂર કરવામાં આવી રહ્યુ છે.પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે આ કામગીરી કરવામાં આવે છે.
આ દરમ્યાન નાગરિકોમાં એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે કે કાંસ પર થયેલા દબાણને લઈ કોઈ અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી. કેટલાય વિસ્તારોમાં કાંસ પર દબાણના કારણે પાણી વહેવાનું અવરોધાય છે અને પરિણામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે આવા ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાની માંગ ઉભી થઇ છે.