ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજારની તૈયારીઓ શરૂ, સુરક્ષા-સલામતીના પગલા ભરાય એ જરૂરી

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

a
New Update

પ્રકાશના પર્વ દિવાળીનું કાઉન્ટડાઉન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર તૈયારીઓ શરૂ કરાય

ફટાકડા બજાર ઉભું કરાશે

વેપારીઓ દ્વારા ફટાકડાના સ્ટોલ માટે તૈયારી કરાય

તંત્ર દ્વારા સુરક્ષા-સલામતીના પગલા લેવાય એ જરૂરી

પ્રકાશના પર્વ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના વેપારીઓ દ્વારા સ્ટોલ ઊભા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
દિવાળીના તહેવારને હવે ગણતરીના ‌દિવસો બાકી છે ત્યારે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના સ્ટોલની તૈયારીઓ વેપારી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડા બજાર ઉભુ કરવામાં આવે છે અને આ ગ્રાઉન્ડ માનવવસ્તીની નજીક જ છે ત્યારે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલા ભરવામાં આવે એ જરૂરી છે. આ વર્ષે વરસાદની આગાહી વચ્ચે આવનાર દિવાળીનો સમય વેપારીઓ માટે લાભદાયક નિવડશે  કે પછી નુકસાનકારક તે જોવું રહ્યું પરંતુ હાલ તો હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 50 થી વધુ ફટાકડાના સ્ટોલ ઉભા કરવાની તૈયારીઓ વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે.
#Bharuch #CGNews #shop #hostel ground #Diwali #Fire Crackers
Here are a few more articles:
Read the Next Article