ભરૂચ: ભર ઉનાળામાં વિજળી ડુલ થવાની સમસ્યા, સ્થાનિકોએ DGVCl કચેરી પર મચાવ્યો હોબાળો

ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝાડેશ્વર, ભોલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે.

New Update
  • ભરૂચમાં કાળઝાળ ગરમી

  • ગરમી વચ્ચે વિજળી ડુલ થવાની સમસ્યા

  • પૂર્વ વિસ્તારના રહીશો ત્રાહિમામ

  • વીજ કચેરીએ મચાવ્યો હોબાળો

  • સમસ્યાના કાયમી નિરાકરણની માંગ

ભરૂચના પૂર્વ વિસ્તારમાં વારંવાર લાઈટ જવાથી ગુસ્સે ભરાયેલા રહેવાસીઓએ ડીજીવીસીએલ કચેરી સામે હોબાળો મચાવ્યો હતો.
ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝાડેશ્વર, ભોલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ ડીજીવીસીએલ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કરતા તંત્રને ઊંઘમાંથી જાગાડવા હોબાળો કર્યો હતો.રહેવાસીઓનો આક્ષેપ છે કે, વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવા છતાં ડીજીવીસીએલની ફરિયાદ લાઇન પર ફોન કરવામાં આવે ત્યારે કર્મચારીઓ ફોન ઉઠાવતા નથી. પરિણામે લોકોને અંધારામાં દિવસ પસાર કરવા પડે છે, અને બાળકો તથા વડીલોને આકરી ગરમીમાં ભારે તકલીફ થાય છે.સોસાયટીના રહેવાસીઓએ માંગણી કરી છે કે, ડીજીવીસીએલ તાત્કાલિક પગલાં લે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવે. જેથી લોકોને સતત વીજ પુરવઠો મળી રહે.
Latest Stories