New Update
-
ભરૂચના વાલિયામાં વિરોધ પ્રદર્શન
-
GMDCના સૂચિત લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ
-
ભીલિસતાન ટાઇગર સેના દ્વારા વિરોધ નોંધાવાયો
-
વિશાળ રેલીનું કરાયુ આયોજન
-
મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચના વાલીયા ઝઘડિયા તાલુકામાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટના વિરોધમાં ભીલિસતાન વિકાસ મોરચા દ્વારા આજરોજ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા
ભરૂચના વાલીયા અને ઝઘડિયા સહિતના ટ્રાઇબલ વિસ્તારોમાં જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ દિવસને દિવસે ઘેરો બનતો જઈ રહ્યો છે અગાઉ વિવિધ ગ્રામસભામાં વિરોધ અંગેનો ઠરાવ કરાયા બાદ પર્યાવરણીય લોક સુનાવણીમાં પણ ભારે વિરોધ નોંધાવાયો હતો ત્યારે આજરોજ ભિલિસ્તાન વિકાસ મોરચા દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી ચંદેરિયા ગામના વ્હાઇટ હાઉસથી નીકળી વાલીયા ગામના ચાર રસ્તા પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા ત્યારબાદ વિવિધ ગામોમાં ફરી હતી.
જેમાં પૂર્વ ધારાસભ્ય અને ભીલિસતાન વિકાસ મોરચાના અધ્યક્ષ મહેશ વસાવા, આદિવાસી આગેવાન પ્રફુલ વસાવા, રાજ વસાવા, ઉત્તમ વસાવા કોકીલાબહેન તડવી, વિજય વસાવા અને કિરીટ વસાવા સહિતના આગેવાનો જોડાયા હતા આગેવાનોએ જીએમડીસીના આ લિગ્નાઇટ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો હતો અને પ્રોજેક્ટ માટે જમીન ન આપવાનો હુંકાર કર્યો હતો. લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય ક્ષેત્રે પણ ગરમાવો આવી ગયો છે
Latest Stories