ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતેથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી નિકળી

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પર્યાવરણ દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબો જોડાયા હતા

New Update
  • આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

  • જન જાગૃતિ રેલીનું આયોજન

  • સિવિલ હોસ્પિટલ ખાતેથી રેલીનું આયોજન

  • મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા

  • પર્યાવરણ બચાવોનો આપ્યો સંદેશ

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પર્યાવરણ દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને તબીબો જોડાયા હતા

તારીખ  ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્કૂલ અને એફ.એસ.ડબલ્યુ.ના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી સિવિલ હોસ્પિટલથી શરૂ થઈ સ્ટેશન સર્કલ સુધી આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પર્યાવરણ સુરક્ષા અંગેના વિવિધ સૂત્રોચારો ઉચ્ચાર્યા હતા અને  પર્યાવરણલક્ષી બેનરો લઈ શહેરીજનોમાં જાગૃતિ ફેલાવી હતી.આ રેલીનું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. અભિનવ શર્મા દ્વારા આપવામાં આવ્યું હતું.રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ પર્યાવરણ બચાવાના સંદેશ સાથે શહેરવાસીઓને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવા માટે પ્રેરણા આપી હતી.

Latest Stories