New Update
ભરૂચમાં સ્વરછતા હી સેવા અભિયાનની ઉજવણી
જન જાગૃતિ રેલીનું કરવામાં આવ્યું આયોજન
જે.પી.કોલેજથી રેલી નિકળી
કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા
સ્વરછતા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ
ભરૂચમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જે.પી.કોલેજ થી શીતલ સર્કલ સુધી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ એમ કે કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું.જે પી કોલેજથી શીતલ સર્કલ સુધી યોજાયેલ રેલીમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયાં હતાં અને સ્વરછતા અંગેની જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.આ રેલીમાં સ્વરછ ભારત મિશનના કર્મચારીઓ અને કોલેજ પરિવાર પણ જોડાયો હતો
Latest Stories