ભરૂચ : ઝઘડિયાના રાજપારડી યુનિવ મિનરલ્સ (યુનિટ-2)ની લોક સુનાવણી યોજાય, GPCBના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતી

univ minrals
New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી યુનિવ મિનરલ્સ (યુનિટ-2)ની GPCBના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી કોમ્યુનિટી હોલ ખાતે GMDC આમોદ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલ યુનિવ મિનરલ્સ (યુનિટ-2)ના સિલિકા પ્લાન્ટની લોક સુનાવણી GPCB ના અધિકારીઓ તેમજ ઝઘડીયા પ્રાંત અધિકારી કાજલ ગામીતની ઉપસ્થિતમાં યોજાય હતી.

જેમાં ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત ગામના લોકોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા. જેમાં ઉપસ્થિત લોકોએ વાંધો રજૂ કર્યો હતો. વધુમાં આમોદ ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંજન વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ પ્રશ્ન કરવામાં આવ્યા હતાજેનો ઉત્તર આપવામાં ઉપસ્થિત અધિકારીઓ તેમજ પ્લાન્ટના સંચાલકો નિષ્ફળ નીવડ્યા હતા.

પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વતી કનુ વસાવા દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. ભારે ગરમા ગરમી અને હોબાળા બાદ લોક સુનાવણી સંપન્ન થઈ હતીજ્યાં ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તમામ વાંધાઓ આગળ મોકલી આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

#Connect Gujarat #Rajpardi #Bharuch News #GPCB #રાજપારડી #Univ Minerals
Here are a few more articles:
Read the Next Article