ભરૂચ : જંબુસર નગરમાં વીજ કંપનીના દરોડા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધર્યું...

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,

New Update
a
Advertisment

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંત્યારે આકસ્મિક વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Advertisment

વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસારભરૂચ જિલ્લાના જંબુસર નગરના કપાસિયાપુરાભાગલીવાડ સહિતના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની અલગ અલગ ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ વીજ ચેકિંગ દરમિયાન GUVNL તેમજ કોર્પોરેટ કાર્યાલય સુરતવડોદરાની ટીમો સહિત પોલીસ કાફલો જોડાયો હતો. જંબુસર નગરમાં આકસ્મિક વીજ ચેકિંગ દરમ્યાન અનેક વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા, ત્યારે અવનવી તરકીબો વાપરી ગેરકાયદેસર વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Latest Stories