ભરૂચ: મેઘરાજાની તમામ 9 તાલુકામાં તોફાની બેટિંગ, અંકલેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ

સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે આજે સવારથી જ મેઘરાજાએ ખમૈયા કર્યા છે..

New Update
ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ અંકલેશ્વરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદના રેડ એલર્ટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે સવારથી જ  વાદળછાયા વાતાવરણ વચ્ચે મુશળધાર વરસાદ વરસ્યો હતો.
સૌપ્રથમ ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 16 મીલીમીટર,આમોદમાં એક ઇંચ, વાગરામાં 19 મીલીમીટર, ભરુચમાં દોઢ ઇંચ, ઝઘડિયામાં દોઢ ઇંચ, અંકલેશ્વરમાં સાડા ત્રણ ઇંચ, હાંસોટમાં દોઢ ઇંચ, વાલીયામાં ત્રણ ઇંચ અને નેત્રંગમાં દોઢ ઇંચ વરસાદ ખાબકયો હતો. સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે આજે સવારથી જ મેઘરાજાએ ખમૈયા કર્યા છે અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે.
Latest Stories