ભરૂચ: અંકલેશ્વર- હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

ભરૂચના અંકલેશ્વર અને હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

New Update

ભરૂચના અંકલેશ્વર અને હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.વરસાદના વાદળો તો બંધાતા હતા પરંતુ વરસાદની આશાના વાદળો જાણે વિખેરાઈ જતા હતા ત્યારે હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી ભરૂચના અંકલેશ્વર અને હાસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ તરફ વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરના સજોદ,હરિપુરા, નાંગલ તો હાંસોટના અલવા, રાયમા,સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો 

Latest Stories