ભરૂચ: આમોદમાં મુખ્ય માર્ગ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. 

New Update
amdd
ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. 

આમોદમાં ખાબકેલા વરસાદનાં પગલે માર્ગ પર પાણી ફરી વળતા હાલાકી સર્જાઈ

આમોદની સરકારી કોર્ટ કચેરી થી આમોદ ગામ તરફ આવતા માર્ગ પર વરસેલા વરસાદને પગલે સમગ્ર પંથકમાં પાણી ભરાય ગયા હતા. જ્યારે આમોદ થી નવા દાદાપોર , નવા વાડિયા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ નાં પગલે રસ્તો બંધ થઈ ગયો હતો. જ્યારે ભીમપુરા ગામ તરફ જતા માર્ગ પર મોટુ વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ થઈ ગયો હતો. નગરપાલિકા થી મામલતદાર કચેરી તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.
આમોદની પુરસા નવીનગરી વિસ્તારમાં નીચાણ વાળા વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થતાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા.જેના પગલે ઘરમાં રહેતા તમામ લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા હતા.
Latest Stories