ભરૂચ : ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી નીકળી રથયાત્રા, ઇસ્કોન મંદિર- GIDC દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી રથયાત્રા પ્રસ્થાન થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. તો બીજી તરફભરૂચ GIDC વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના ફુરજા વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી સમસ્ત ભોઇ જ્ઞાતિ પંચ દ્વારા પૌરાણિક રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છેત્યારે આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન બાદ ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથેની નગરચર્યાને મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીદીવ-દમણ પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાજિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિત સમસ્ત ભોઇ જ્ઞાતિ પંચના આગેવાનો અને સમાજના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફકાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

તો બીજી તરફભરૂચમાં ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ GIDC વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિર ખાતેથી ભગવાન જગન્નાથભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતાત્યારે હરે રામાહરે ક્રિષ્નાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના શીતલ સર્કલથી  પ્રસ્થાન થઈ કસક સર્કલમક્તપુર રોડજ્યોતિનગરતુલસીધામ વિસ્તાર થઈ પરત ઇસ્કોન મંદિર ખાતે પહોચી હતી.

Latest Stories