-
લાભાર્થીઓ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના
-
અનેક લોકો લઈ રહ્યા છે સરકારની વિવિધ યોજનાનો લાભ
-
લાભ મેળવવામાં રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું આવશ્યક
-
મામલતદાર કચેરી દ્વારા ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરાયું
-
હુસેનિયા સોસાયટીના લાભાર્થીઓ દ્વારા કેમ્પનો લાભ લેવાયો
ભરૂચ મામલતદાર કચેરી દ્વારા હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા રેશનકાર્ડનું ઇ-કેવાયસી કરાવવું અત્યંત આવશ્યક બન્યું છે, ત્યારે આ પ્રક્રિયા નજીકના જ સેન્ટરમાં પૂર્ણ થઈ શકે તે હેતુથી ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા સોસાયટી ખાતે રેશનકાર્ડના ઇ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ઇ-કેવાયસી કેમ્પનો 300થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે વિપક્ષી નેતા સમશાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, મુમતાઝ પટેલ તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.