-
ભરૂચ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું આયોજન
-
રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી
-
રોશન પાર્ક સોસાયટીમાં રેશનકાર્ડ E-KYC કેમ્પનું આયોજન
-
સમગ્ર E-KYC કેમ્પનો 200થી લાભાર્થીઓએ લાભ લીધો
-
યોજના બદલ તમામ લાભાર્થીઓએ સરકારનો આભાર માન્યો
ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્વિમ વિસ્તાર સ્થિત રોશન પાર્ક સોસાયટી ખાતે રેશનકાર્ડ E-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજરોજ ભરૂચ મામલતદાર કચેરી દ્વારા શહેરના પશ્વિમ વિસ્તાર સ્થિત રોશન પાર્ક સોસાયટી ખાતે રેશનકાર્ડ E-KYC કરવાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રોશન પાર્ક સોસાયટી, ઇમરાન પાર્ક અને બાયપાસ રોડ પરના વિવિધ વિસ્તારના લોકોએ લાભ લઈ વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.
આ પ્રસંગે નાયબ શહેર મામલતદાર પોતે હાજર રહી લોકોને સહકાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં મસ્જિદના ટ્રસ્ટી તરફથી જાવેદ પટેલ, ઈરફાન બોક્સર, ઇમરાન કારા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો 200થી લાભાર્થીઓએ લાભ લીધો હતો.