New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
પાંજરાપોળ ખાતે આયોજન
-
નોટરી એસો.દ્વારા આયોજન કરાયું
-
નવનિયુક્ત નોટરીઓનું સન્માન કરાયુ
-
ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું પણ સન્માન
ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા નવનિયુક્ત નોટરી તેમજ ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા શહેરના જે.બી. મોદી રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે નવનિયુક્ત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, શાંતિલાલ શ્રોફ,રાજેન્દ્ર સુતરીયા બીપીન ભટ્ટ સહિતના આગેવાનો તેમજ ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત નોટરીઓ તેમજ ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રકાશ મોદીએ લોકસભામાં પાસ થયેલ કેન્દ્ર સરકારના વકફ બિલને આવકાર્યું હતું અને રાજ્યસભામાં પણ આ બિલ પસાર થાય તેવી આશા વ્યક્ત કરી હતી
Latest Stories