New Update
ભરૂચના જંબુસરમાં વિકાસ કાર્યો
જંબુસર ઉમરા રોડનું કરાશે નવ નિર્માણ
રૂ.10 કરોડનો કરવામાં આવશે ખર્ચ
ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત
આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના જંબુસર ઉમરા માર્ગ નું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
ભરૂચના જંબુસર તાલુકામાં જંબુસર ઉમરા માર્ગ રૂપિયા 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. આ વિસ્તારના વિકાસમાં વધુ એક સીમાચિહ્ન જંબુસર અને ઉમરા રોડ 10 મીટર પહોળો અને ચાર કિલોમીટર લંબાઈ ધરાવતા રોડના કાર્યનું ખાતમુહૂર્ત જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ, પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, દૂધધારા ડેરીના ડિરેક્ટર ચંદ્રકાંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ રોડનું નિર્માણ થવાથી જંબુસર અને ઉમરા વચ્ચેનો પ્રવાસ સરળ અને ઝડપી બનશે.
Latest Stories