ભરૂચ: ગ્રામ્ય અને શહેરી મામલતદાર કચેરીનું નવીનીકરણ, કલેકટર ગૌરાંગ મકવાણાના હસ્તે લોકાર્પણ

ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શક સુવિધાઓ મળે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી છે.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

  • મામલતદાર કચેરીનું નવીનીકરણ

  • કલેકટરના હસ્તે ઉદ્ઘાટન કરાયુ

  • અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી કલેકટર ગૌરાંગ મકવાણાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શક સુવિધાઓ મળે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી છે.જે કચેરીના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં આજરોજ કલેકટર ગૌરાંગ મકવાણા,અધિક કલેકટર એન.આર.ધંધાલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ  ઉદ્દઘાટનના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા માનાણી, મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મામલતદાર કચેરીઓનું નવીનીકરણ કરવામાં આવતા અહીં આવતા અરજદારો સરળ રીતે તેમના કામ કરાવી શકશે અને વિવિધ માહિતી પણ મેળવી શકશે
Latest Stories