ભરૂચ: નંદેલાવમાં આવેલ મલ્હાર ગ્રીન સીટી સોસા.ના રહીશોનો વિરોધ, બિલ્ડરની મનમાનીના આક્ષેપ

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીનો કબ્જો મકાન ધારકોને નહિ અપાતા રહીશોએ બિલ્ડર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

New Update
  • ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલી છે સોસાયટી

  • મલ્હાર ગ્રીન સોસા.ના રહીશોનો વિરોધ

  • બિલ્ડરની મનમાનીના કરાયા આક્ષેપ

  • સુવિધાઓ ન આપવામાં આવતી હોવાના આક્ષેપ

  • તાત્કાલિક સામાન્ય સભા યોજવા માંગ

ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે સોસાયટીનો કબ્જો મકાન ધારકોને નહિ અપાતા રહીશોએ બિલ્ડર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલ્હાર ગ્રીન સોસાયટીનું 12 વર્ષ પહેલાં નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી. બિલ્ડર હિતેશભાઈ જે સોસાયટીના પ્રમુખ પણ છે. તેઓએ આજદિન સુધી આપેલા વાયદા પુરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છેસોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં. મેઇન્ટેનન્સ થતું નથી. સોસાયટીમાં ફાયર સેફટી અને CCTV કોઈ સુવિધા નહિ હોવાનો મકાન ધારકો આક્રોશ ઠાલવી રહ્યાં છે.
મલ્હાર ગ્રીન સિટીના આયોજકો, બિલ્ડરથી નારાજ મકાન ખરીદનાર રહીશોએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને બિલ્ડર હિતેશભાઈને તાત્કાલિક વાર્ષિક સભા યોજવા તાકીદ કરી હતી. સાથે કોમન પ્લોટ, કલબ હાઉસ, રસ્તા, લાઈટ, જાળવણી, સુવિધાના 12 વર્ષથી અટકેલા પ્રશ્નો તાકીદે ઉકેલવા માંગ કરી હતી. જો બિલ્ડર સામાન્ય સભા યોજી રહીશોને સોસાયટી હેન્ડ ઓવર નહિ કરે તો કલેકટરને અવદેન આપી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે
Latest Stories