ભરૂચ: રાજપારડીથી ધારોલી ગામને જોડતા માર્ગ પર કાવેરી નદીના પાણી ફરી વળ્યા,ગ્રામજનોને હાલાકી

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભોજપુર પાસે આવેલ નાળા પર કાવેરી નદીના  પાણી ફરી વળતા આ  માર્ગ બંધ થયો હતો. જેને લઇ કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા

New Update

ભરૂચના રાજપારડીથી ધારોલી ગામને જોડતો માર્ગ બંધ

ભોજપુર ગામ નજીક નાળા પર પાણી ફરી વળ્યા

ગ્રામજનો અને વાહનચાલકોને હાલાકી

દર ચોમાસામાં સર્જાતી પરિસ્થિતિ

સમસ્યાના નિરાકરણની ગ્રામજનોની માંગ

ભરૂચના ઝઘડીયા તાલુકાના વાસણા તેમજ  ભોજપુર ગામ નજીક  આવેલ નાળા પર કાવેરી નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા હતા. ભરૂચના રાજપારડીથી ધરોલી જતા માર્ગ પર ભોજપુર પાસે આવેલ નાળુ તેમજ વાસણા પાસે આવેલ નાળા પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો થયો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભોજપુર પાસે આવેલ નાળા પર કાવેરી નદીના  પાણી ફરી વળતા આ  માર્ગ બંધ થયો હતો. જેને લઇ કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર દરચોમાસામાં આ માર્ગ પર આવેલ નાળા પર વરસાદી પાણી ફરી વળતા આ વિસ્તારના લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે...

Latest Stories