ભરૂચ: રોટરી ક્લબ દ્વારા બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો,35 લોકોએ લીધો લાભ

રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો

New Update
  • ભરૂચમાં યોજાયો કેમ્પ

  • રોટરી ક્લબ દ્વારા કેમ્પનું આયોજન

  • કૃત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો

  • 35 લોકોએ કેમ્પનો લાભ લીધો

  • રોટરી ક્લબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

Advertisment
રોટરી ક્લબ ઓફ ભરૂચ અને ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઇનાલી ફાઉન્ડેશનના સહયોગથી બેટરી સંચાલિત કુત્રિમ હાથ બેસાડવાનો કેમ્પ યોજાયો હતો
રોટરી ક્લબ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા વિવિધ સેવા કર્યો હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ પી.ડી. શ્રોફ રોટરી હોલ ખાતે કુત્રિમ હાથ બેસાડવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો 35 લોકોએ લાભ લીધો હતો.આ કુત્રિમ હાથ બેટરી સંચાલિત છે. જેનાથી દિવ્યાંગ લોકો તેમના રોજિંદા કાર્યો સરળતાથી પાર પાડી શકે છે. દિવ્યાંગોનું જીવન પહેલાની જેમ સરળ બને તે હેતુથી રોટરી ક્લબ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચનાના પોદદાર, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન સુકેતુ દવે સહિતના હોદ્દેદારો અને રોટરી ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Advertisment
Latest Stories