ભરૂચ: આમોદના ઇખર ગામે જવેલરી શોપમાં તસ્કરોનો રૂ.3.96 લાખનો હાથફેરો, ચોરીની ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા

ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ

New Update
  • ભરૂચના આમોદમાં તસ્કરોનો તરખાટ

  • ઇખર ગામે જવેલરી શોપમાં તસ્કરો ત્રાટકયા

  • રૂ.3.96 લાખના માલમત્તાની ચોરી

  • ચોરીના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા

  • આમોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

Advertisment
ભરૂચના આમોદના ઇખર ગામે સોનીની દુકાનનું શટર વચ્ચેથી ઉચકી તસ્કરો રૂ. 3.96 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
ભરૂચના  આમોદ તાલુકાના ઇખર ગામે ધર્મેન્દ્ર સોની હર્ષ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે તેમણે રાત્રીએ નિત્યક્રમ મુજબ દુકાન બંધ કરી ઘરે ગયાં હતાં. સવારે તેઓ દુકાને પરત આવતાં તેમની દુકાનના શટરને વચ્ચેથી ઉંચુ કરી દુકાનમાં ચોરી કરાયાનું માલુમ પડ્યું હતું.તેમણે શટર ઉંચકી અંદર જઇ જોતાં સોના-ચાંદીના દાગીના ચોરાયા હોવાનું બહાર આવ્યું હતું.
દુકાનમાં લગાવેલાં સીસીટીવીના ફૂટેજ તપાસતાં રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ચાર તસ્કરોએ આવી તેમની દુકાનનું શટર તોડી દુકાનમાં હાથફેરો કર્યો હોવાનું દેખાયું હતું.દુકાન માલિકે આમોદ પોલીસ મથકે કુલ 3.96 લાખના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories