ભરૂચ: બૅન્ક ઓફ ઇન્ડિયામાંથી ચેક મેળવી લઈ વલસાડમાંથી રૂ.4 લાખ ઉપાડી લેવાયા,છેતરપિંડી અંગેની નોંધાઇ ફરિયાદ

બેંકની લાપરવાહીને પગલે ગઠીયો વલસાડની કેનરા બેંકમાં જઈ ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

Bank Fraud
New Update
ભરૂચની પાંચબત્તી બેંક ઓફ ઇન્ડિયાની શાખાની લાપરવાહીને પગલે ગઠીયો વલસાડની કેનરા બેંકમાં જઈ ચેક વટાવી રૂપિયા 4 લાખ ઉપાડી લેતા છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે
ભરૂચના એબીસી સરક પાસે આવેલ સાંઈ હાઈટ્સ ખાતે રહેતી નિરાલીબેન સુરેશચંદ્ર બલસારા ગત તારીખ-૨૯મી જુલાઈના રોજ ભરૂચની પાંચબત્તી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પોતાના વલસાડ ખાતે રહેતા કાકાના કેનરા બેંકમાં ચેક જમા કરાવેલ હતો જે ચેકની રસીદ લઇ તેઓ પોતાના ઘરે ગયા હતા જે બાદ તેઓના પિતાએ ફોન મારફતે મહિલાને જાણ કરી હતી કે તેઓના કાકાની બેકમાં જે ચેક જમા કરાવ્યો હતો તે ચેક અજાણી વ્યક્તિ ભરૂચ શાખામાંથી મેળવી વલસાડ ખાતે રહેતા કાકાના કેનરા બેંકમાં જમા કરાવી રૂપિયા 4 લાખ ઉપાડી લીધા હોવાનું જણાવ્યું હતું
જે બાદ મહિલાએ બેંક ખાતે તપાસ કરતા બેન્કના અધિકારીએ સંતોષકારક જવાબ નહિ આપતા તેણીએ અજાણી વ્યક્તિ અને બંને બેન્કના જવાબદાર અધિકારી સામે છેતરપીંડી અંગેની ભરૂચ એ ડીવીઝન ખાતે ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#Connect Gujarat #Fraud #Bharuch Police #Gujarati News #check #છેતરપિંડી
Here are a few more articles:
Read the Next Article