New Update
-
ભરૂચના આમોદમાં કરાયુ આયોજન
-
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજન કરાયું
-
શિક્ષા વર્ગ સમાપન સમારોહ યોજાયો
-
પ્રતિવર્ષ કાર્યક્રમનું થાય છે આયોજન
-
મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત દ્વારા ભરૂચ ખાતે શિક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
ભરૂચના આમોદ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત દ્વારા સંઘ શિક્ષા વર્ગ સમાપન કાર્યક્રમ યોજાયો હતો.પ્રતિ વર્ષ રાષ્ટ્રીય સેવક સંઘ વ્યક્તિ નિર્માણાને રાષ્ટ્ર નિર્માણ દેહ સાથે સંઘ શિક્ષણ વર્ગનું આયોજન કરે છે જે અંતર્ગત તારીખ-16/05/2025 થી31/05/2025 સુધીન આમોદના સ્વામીનારાયણ વિદ્યાલયમાં થયું હતું.આ સંઘ શિક્ષા વર્ગમાં કુલ 167 શિક્ષણાર્થીઓ 24 શિક્ષકો અને 30 પ્રબંધકો ઉપસ્થિત રહ્યા હતા.આ વર્ગમાં ગુજરાત પ્રાંતના નડિયાદથી ઉમરગામ સુધીના સ્વયંસેવકોએ વિવિધ વિષયો પરનું શિક્ષણ મેળવ્યું હતું જેના દ્વારા તેઓએ શારીરિક માનસિક સાથે બૌદ્ધિક વિકાસ કર્યો હતો.
સમાપન કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહ માંગરોલા ઉપસ્થિત રહ્યા જેમણે સંઘના 100 વર્ષ પૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમમાં સંતો,મહંતો અને રાજકીય અને બિન રાજકીય આગેવાનો સહિત આમોદ જંબુસર પંથકના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories