New Update
ભરૂચ સબજેલમાં કરવામાં આવ્યું આયોજન
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજન
પ્રેરણાદાયી સત્સંગ સભા યોજાય
250 કેદીઓએ લીધો લાભ
જેલ સ્ટાફ રહ્યો ઉપસ્થિત
ભરૂચ સબજેલમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કેદીઓના જીવનમાં પરિવર્તન લાવવાના હેતુથી પ્રેરણાદાયી સક્ષમ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે પ્રેરણાદાયી સક્ષમ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચ જિલ્લા જેલના જેલર નરેન્દ્ર રાઠોડના આમંત્રણ પર ભરૂચ સ્વામિનારાયણ મંદિરના સત્યજીવન સ્વામી અને વિનયમૂર્તિ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 250થી વધુ કેદીઓએ ભાગ લીધો હતો. સંતોએ કેદીઓને ઉત્તમ જીવન જીવવા માટેના સદાચાર, વ્યસનમુક્તિ, સકારાત્મક વિચારસરણી, માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન કેદીઓને પ્રેરણાત્મક ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.આ પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડ, અધિકારી વી.એમ. ચાવડા સહિત જેલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Latest Stories