New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજન
શરદ પૂર્ણિમાના પર્વની કરાય ઉજવણી
મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા
ભરૂચના શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા શરદપૂર્ણિમાના પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા હતા.
​શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમના પર્વની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.શરદ પૂનમના સોળે કળાએ ખીલેલા ચન્દ્રના શીતળ છાંયડામાં ભૂદેવોએ આ શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમ યોજીને પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.​આ આયોજન ભરૂચના દાંડિયા બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભ્રુગુઋષિ મંદિરના કોમન પ્લોટમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ૩૦૦થી વધુ ભૂદેવો જોડાયા હતા અને તેમણે ભવ્ય આતશબાજી સાથે ગરબા અને રાસની રમઝટ માણી હતી. ​આ પ્રસંગે આરતી સજાવટ સ્પર્ધા, બાળકોને શૈક્ષણિક કીટ તેમજ દરેક ભૂદેવને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.​કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ રજનીકાંત રાવલ, શૈલેષ દવે, ગીરીશભાઈ શુક્લ, ઋષિ દવે, રશ્મિકાન્ત પંડ્યા,બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ,મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories