ભરૂચ: નાંદ ગામના સરપંચ રૂ.22 હજારની લાંચ લેતા ઝડપાયા,કોન્ટ્રકટર પાસે માંગી હતી લાંચ

નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવાએ ગ્રામપંચાયતના મંજુર થયેલા કામો પૂર્ણ થતા આ કામના બિલ પાસ કરવા માટે કોન્ટ્રકટર પાસે રૂ.22,000ની લાંચની માંગ કરી હતી.

New Update
Bharuch ACB Police
ભરૂચ તાલુકાના નાંદ ગામના સરપંચ અને અન્ય એક ઇસમ રૂપિયા 22,000ની લાંચ લેતા ભરૂચ લાંચ રૂશ્વત વિરોધી શાખાના હાથે ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવાએ ગ્રામપંચાયતના મંજુર થયેલા કામો પૂર્ણ થતા આ કામના બિલ પાસ કરવા માટે કોન્ટ્રકટર પાસે રૂ.22,000ની લાંચની માંગ કરી હતી.
આ બાબતે ફરિયાદી કોન્ટ્રાક્ટરે ભરૂચ એ.સી.બી.નો સંપર્ક કરતા એ.સી.બી.ના પી.આઈ.એમ.જે શિંદે દ્વારા ભરૂચના સ્ટેશન રોડ પર છટકું ગોઠવવામાં આવ્યુ હતું જેમાં નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવા અને અન્ય એક ઈસમ લખુ વસાવા રૂપિયા 22,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. એ.સી.બી.એ બન્નેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories