New Update
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું કાર્ય
ઉત્તરાયણ દરમ્યાન જાહેર સ્થળોએ પડ્યા હતા દોરા
જાહેર સ્થળોએ પડેલા દોરા એકત્રિત કરાયા
1200 કીલો દોરા એકત્રિત કરવામાં આવ્યા
દર વર્ષે કરવામાં આવે છે સેવા કાર્ય
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉતરાયણ દરમિયાન જાહેર સ્થળોએ પડેલા પતંગના 1200 કિલો જેટલા દોરાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.
ભરૂચનું સાર્થક ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષથી પતંગના જોખમી દોરા ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોએથી દૂર કરવાની કામગીરી કરે છે. સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે ભરૂચની વિવિધ શાળાના 3500 વિદ્યાર્થીઓ સાથે આ અભિયાન હાથ ધરાયુ હતું.સંસ્થાના 25 કાર્યકરો અને શાળાના બાળકોએ આ વખતે રેકોર્ડ બ્રેક 1200 કિલો દોરા રસ્તાઓ, જાહેર સ્થળોએથી એકત્ર કર્યા છે.એકત્રિત કરવામાં
આવેલા દોરામાં સૌથી વધુ ચાઇનીસ દોરાનો સમાવેશ થાય છે જે પક્ષીઓ સાથે માનવીઓ માટે પણ ઘાતક પુરવાર થાય છે ત્યારે ચાઈનીઝ દોરાનો ઉપયોગ ટાળવા સંસ્થાના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.સાર્થક ફાઉન્ડેશન કરુણા અભિયાન, જીવદયા પ્રેમ સહિતનું સેવાકીય કાર્ય પણ કરી રહી છે.