ભરૂચમાં રસ્તે રખડતા પશુઓના કારણે થતા અકસ્માતો રોકવા સાર્થક ફાઉન્ડેશન દ્વારા પશુઓને ગળામાં બાંધવાના રેડિયમ બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ માર્ગો પર પર છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ગૌવંશ રસ્તા પર હોઈ જે રાત્રે અંધારામાં નજરે ના પડતા ગંભીર અકસ્માત સર્જાતા હોય છે જેમાં ગૌવંશ પણ ઘાયલ થાય છે અને રાહદારીઓ પણ ઘાયલ થાય છે ત્યારે ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા બી.જી.પી.હેલ્થ કેરના સંયુક્ત પ્રયાસ થકી ગૌવંશ તથા અન્ય અબોલ જીવોને ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવા માટે 300 જેટલા બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેને લોકો બિરદાવી રહ્યા છે