ભરૂચ: આમોદમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, રૂ.4.95નો મુદ્દામાલ જપ્ત કરાયો

ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી પડ્યું છે.

New Update
  • ભરૂચના આમોદમાંથી ઝડપાયું કૌભાંડ

  • પુરવઠા મામલતદાર અને પોલીસનું ઓપરેશન

  • સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

  • રૂ.4.95 લાખનો મુદ્દામાલ જપ્ત

  • 2 આરોપીઓની કરાય અટકાયત

ભરૂચના આમોદમાંથી સરકારી અનાજની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગ અને પોલીસે મળીને અનાજની બે નંબરીનું કૌભાંડ ઝડપી પડ્યું છે.
ભરૂચના આમોદ તાલુકામાં સરકારી અનાજ સગેવગે કરવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે. પુરવઠા વિભાગના મામલતદાર અને સ્થાનિક પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવીને 28 બોરી ઘઉં અને ચોખા કબ્જે કર્યો છે. આ અનાજની અંદાજિત કિંમત રૂપિયા 95 હજાર જેટલી છે. પોલીસે અનાજ વહન માટે ઉપયોગમાં લેવામાં આવેલ ટેમ્પો પણ કબ્જે કરી કુલ રૂપિયા 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.કાર્યવાહી દરમિયાન પોલીસે ટેમ્પો ચાલક મેહુલ સહિત 2 ઇસમોની ધરપકડ કરી હતી તેઓએ પોલીસની પૂછતાછમાં જણાવ્યું હતું કે અનાજનો મુદ્દામાલ તેઓ રોજા ટંકારીયા ગામેથી સલીમભાઇ સુલેમાનભાઇ ઉઘરાદર પાસેથી લઇ મોભા ગામે રહેતા કમલેશકુમાર વસંતલાલ શાહને પહોંચાડવાના હતા.આ મામલામાં પોલીસે સસ્તા અનાજની દુકાનના સંચાલકની પણ પૂછપરછ શરૂ કરી છે.
Latest Stories