ભરૂચ: સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ, વાલિયામાં 2.75 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વાલીયામાં વરસ્યો હતો.

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ વાલીયામાં વરસ્યો હતો.

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ ફરીવાર જોવા મળી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 17 મીલીમીટર, આમોદમાં 3 મિલીમીટર,વાગરામાં 8 મિલીમીટર, ભરુચમાં 13 મિલીમીટર ઝઘડિયામાં 2 મિલીમીટર અંકલેશ્વરમાં 10 મિલિમિટર, હાંસોટમાં 9 મિલિમિટર વાલિયામાં 2.75 ઇંચ અને નેત્રંગમાં 18 મીલીમીટર વરસાદ વરસ્યો હતો. આજે અને આવતીકાલે એમ બે દિવસ હવામાન વિભાગ દ્વારા ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ:ડો. અમિત ભગુભાઈ ભીમડાને માનદ ડોક્ટરેટની પદવી એનાયત,કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં આપી છે ઉત્કૃષ્ટ સેવા

મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો

New Update
Dr Amit Bhagu Bhimada
ભરૂચના  અમિત ભગુભાઈ ભીમડાને દિલ્હીની પ્રસિદ્ધ મેજિક બુક ઓફ રેકોર્ડ એન્ડ આર્ટ્સ યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવીથી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને કાયરોપ્રેક્ટર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવ્યો છે. ડો.અમિત ભીમડા છેલ્લા 2 વર્ષથી કોઈપણ દવા કે ઓપરેશન વિના માત્ર Bone Alignment પદ્ધતિ તથા આયુર્વેદના માધ્યમથી સારવાર આપી રહ્યા છે.

Dr Amit Bhagu Bhimada

તેઓએ અત્યાર સુધીમાં 1000થી વધુ દર્દીઓને કમર, ગળા, ઘૂંટણ, સર્વાઇકલ, સાયટિકા સહિત અનેક જાતના જોડાનાં દુઃખાવાઓ અને નસ દાબાવાથી થતા દુઃખાવામાં સંપૂર્ણ આરામ આપ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને  શુભેરછા પાઠવવામાં આવી છે.