ભરૂચમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી
યુનિયન સ્કૂલ ખાતે યોજાયો કાર્યક્રમ
શાળામાં બાળકોને આપવામાં આવ્યો આવકાર
બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ
ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
ભરૂચ શહેરની યુનિયન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો.નાના બાળકોએ પ્રથમવાર શાળામાં પ્રવેશ મેળવતા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ આપીને તેમને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત શાળાના ટ્રસ્ટીઓ તેમજ અન્ય આગેવાનો અને આમંત્રિત મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે પોતાના સંબોધનમાં શિક્ષણના મહત્વ પર પ્રકાશ ફેંકતા જણાવ્યું કે નાનપણથી જ શિક્ષણના સારા સંસ્કાર મળે તો બાળકનું ભવિષ્ય શાસ્ત્રોમાં, સંશોધનમાં અને સમાજસેવામાં ઉજળું બની શકે છે.આ પ્રસંગે શાળાના શિક્ષકો અને ટ્રસ્ટીઓએ પણ બાળકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું અને શૈક્ષણિક યાત્રાની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી.