-
સ્કૂલ જવા નીકળેલો વિદ્યાર્થી રસ્તો ભટકી ગયો
-
રસ્તો ભૂલો પડતા બાળક એબીસી ચોકડી પહોંચ્યો
-
પોલીસની સતર્કતાથી બાળકનું હેમખેમ પિતા સાથે થયું મિલન
-
ખોવાયેલ પુત્ર મળતા પિતા થયા ભાવુક
-
પિતાએ પોલીસનો માન્યો આભાર
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો,અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકનું પિતા સાથે મિલન થતા ભાવુકતા ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો.જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પહોંચી ગયો હતો.તે દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેને પાંચ બત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો.
જ્યાં PSI પાઠકે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા તેને એનું એડ્રેસ જણાવ્યું હતું.ત્યાર બાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને હેમખેમ પરત કર્યો હતો.ખોવાયેલ પુત્રનું મિલન થતા નિસાર એહમદે ભાવુક થઈ ગયા હતા અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.