ભરૂચ: આજે પણ એલર્ટના પગલે શાળા કોલેજ બંધ, ભરૂચમાં સૌથી વધુ 7.44 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. આજે પણ વરસાદની શક્યતાના પગલે કલેકટર દ્વારા શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

ભરૂચ જિલ્લામાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અત્ર તત્ર સર્વત્ર પાણી-પાણી નજરે પડ્યું હતું. ભરૂચ અને અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે જનજીવન પર માઠી અસર પહોંચી હતી. જો કે છેલ્લા ૧૦ થી ૧૨ કલાકથી વરસાદે વિરામ લીધો છે. જેના કારણે પૂરના પાણી ઓસરી રહ્યા છે. જોકે આજે પણ વરસાદની શક્યતાના પગલે ભરૂચ કલેકટર તુષાર સુમેરા દ્વારા શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ભરૂચ શહેર અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં વરસેલા વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો જંબુસર 3.6 ઇંચ,આમોદ  2.68 ઇંચ,વાગરા 4.52 ઇંચ,ભરૂચ  7.44ઇંચ,ઝઘડિયા 5.4 ઇંચ,અંકલેશ્વર  5.2 ઇંચ,હાંસોટ 5.2 ઇંચ,વાલિયા 4 ઇંચ અને નેત્રંગમા  3.28 ઇંચ વરસાદ ખાબક્યો હતો

Latest Stories