New Update
ભરૂચમાં કરાયુ હતું વિસર્જન
કૃત્રિમ જળકુંડમાં થયું હતું શ્રીજીની પ્રતિમાનું વિસર્જન
તંત્ર દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલની કામગીરી
2500થી વધુ પ્રતિમાઓનો કરાશે નિકાલ
દહેજની બેઇલ કંપનીમાં મોકલાશે
ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા બનાવાયેલા ત્રણ કૃત્રિમ જળકુડમાં વિસર્જન કરાયેલ 2500થી વધુ શ્રીજીની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ચાલેલા ઉત્સવ પછી વિસર્જનનો તબક્કો શરૂ થતાં નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ત્રણ કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.આ કુંડોમાં વિસર્જિત થયેલી તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર તથા દહેજ સ્થિત બેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી રહી છે જ્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા ૨૫૦૦થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 30 ટકા લોકોએ માટીની પ્રતિમા તો 70 ટકા લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાની સ્થાપના કરી હતી
Latest Stories