ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવાની ગીર સોમાનથથી અટકાયત, આવતીકાલે થઈ શકે છે મોટો ખુલાસો

ભરૂચ પોલીસએ આજે ગીર સોમનાથથી કોંગ્રેસના પૂર્વ લોકસભા ઉમેદવાર હીરા જોટવાની અટકાયત કરી છે હીરા જોટવાનું નામ મનરેગા કૌભાંડમાં ખુલતા તેઓ તપાસના દાયરા હેઠળ આવ્યા છે.

author-image
By Connect Gujarat Desk
New Update
  • ચકચારી મનરેગા કૌભાંડનો મામલો

  • પોલીસે કરી મોટી કાર્યવાહી

  • કોંગ્રેસના નેતા હીરા જોટવાની કરી અટકાયત

  • ગીર સોમનાથથી અટકાયત કરાય

  • ઓપરેટર રાજેશ ટેલરની પણ અટકાયત

ગુજરાતના ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી છે. ટીમ જોટવાને લઈ ભરૂચ આવી રહી છે. ભરૂચ પોલીસએ આજે ગીર સોમનાથથી કોંગ્રેસના પૂર્વ લોકસભા ઉમેદવાર હીરા જોટવાની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, હીરા જોટવાનું નામ મનરેગા કૌભાંડમાં ખુલતા તેઓ તપાસના દાયરા હેઠળ આવ્યા છે.
ભરૂચ પોલીસે તેમને ગીર સોમનાથથી અટકાયત બાદ પૂછપરછની તૈયારીશરૂ કરી છે. હીરા જોટવા અગાઉ  કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે અને રાજકીય મંચ પર જાણીતી વ્યક્તિ તરીકે ઓળખાતા રહ્યા છે.હાલ તેમને ભરૂચ લાવવામાં આવી રહ્યા છે.જ્યાં તેઓ પાસેથી કૌભાંડ સંબંધિત મહત્ત્વની માહિતી મળવાની શક્યતા છે.
પોલીસની કાર્યવાહી રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બની છે.આ તરફ પોલીસે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની પણ અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે.કૌભાંડમાં ઓપરેટરની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories