-
APMC માર્કેટ બહાર આવેલા શોપિંગ સેન્ટરની ઘટના
-
એક દુકાનમાં અચાનક આગ લાગતા મચી નાસભાગ
-
બનાવના પગલે પાલિકાના ફાયર ફાઇટરો દોડી આવ્યા
-
2 વોટર બાઉઝરની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો
-
સદસનીબે જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી
ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલા શોપિંગમાં એક દુકાનમાં આગ લાગતા મચી ગઈ હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. દુકાનમાં એકાએક આગ લાગતા જ દુકાનદારો સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.
જ્યાં 2 જેટલા વોટર બાઉઝરની મદદથી પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટરોએ સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી. તો બીજી તરફ, દુકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.