New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
પરશુરામ સંગઠન દ્વારા આયોજન
આંતરશાળા વકતૃત્વ સ્પર્ધા યોજાય
રામાયણના પાત્રો પર સ્પર્ધાનું આયોજન
6 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ભરૂચના ​શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા બી.ઈ.એસ. યુનિયન હાઈસ્કૂલના સહયોગથી મહાકાવ્ય રામાયણના વિશિષ્ટ અને પ્રેરણાદાયક પાત્રો પર આધારિત આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, શાળા સંકુલમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રામાયણના આદર્શ પાત્રોની રજૂઆત કરી હતી. કુલ ૬ શાળાઓના ૧૨ જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભગવાન શ્રી રામ, માતા સીતા, અને મહાબલી હનુમાનજી સહિતના કુલ ૧૨ પાત્રો વિશે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી.​આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ ૨૦૨૬ના નવા કેલેન્ડરનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોષી, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેશ દવે, શહેર પ્રમુખ હેમંત શુક્લ, શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભ તલાટી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, અને રાજકુમાર દુબે સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભદ્રેશ લીંબચીયા અને સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપ પુરાનીએ સેવા આપી હતી, ​
Latest Stories