ભરૂચ: શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રીજીની માટીની પ્રતિમાના નિર્માણનું માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો, વિદ્યાર્થીઓ જોડાયા

ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી શ્રીજીની માટીની પ્રતિમા કેવી રીતે બનાવી શકાય એ અંગેનું માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શ્રી પરશુરામ સંગઠન દ્વારા આયોજન

  • શ્રીજીની માટીની પ્રતિમા અંગે અપાયું માર્ગદર્શન

  • શાળાના વિદ્યાર્થીઓએ લાભ લીધો

  • મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

ભરૂચના શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી શ્રીજીની માટીની પ્રતિમા કેવી રીતે બનાવી શકાય એ અંગેનું માર્ગદર્શન આપતો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચના શ્રી પરશુરામ સંગઠને સ્થાપનાના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12 મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે.આ નિમિત્તે માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જુના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં  નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યેશ જગતાપે 40 જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતુ. આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની આ પ્રવૃત્તિએ બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો.આ પ્રસંગે રોટરી કોમ્યુનિટી કોપ્સના પ્રમુખ જ્હાન્વી દર્શન, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ પાર્થ ભટ્ટ, યુનિયન સ્કૂલના આચાર્ય વિજયસિંહ સિંધા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત,રાજકુમાર દુબે, પ્રશાંત પાઠક,યસ પાઠક સહિતના આગેવાનો જોડાયા હતા.
Latest Stories