New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો
શ્રી સંતોષી માતા યુવક મંડળ દ્વારા આયોજન
ગાયત્રી નગર મિશ્રશાળાના બાળકોને વિતરણ કરાયુ
શાળા પરિવાર અને શિક્ષકો રહ્યા ઉપસ્થિત
ભરૂચના શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગાયત્રી નગર મિશ્ર શાળા વિદ્યાર્થીઓને નોટબુક તેમજ વિદ્યાર્થીનીઓને સુકામેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું
ભરૂચના શ્રી સંતોષીમાતા યુવક મંડળ ટ્રસ્ટ અને અમિત પ્રજાપતિ દ્વારા આજરોજ લિંક રોડ ખાતે આવેલ નગર પ્રાથમિક શાળા સંચાલિત ગાયત્રી નગર મિશ્રના વિધાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યુ હતું. સાથે જ આવતીકાલથી શરૂ થતાં અલુણા વ્રતને ધ્યાનમાં રાખી વિધાર્થીનીઓને સૂકોમેવો તેમજ ફરારી વેફરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળા પરિવાર તરફથી શ્રી સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડ અને અમિત પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું.સદર કાર્યક્રમમાં શાળા પરિવાર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories